રવિવાર, 26 ફેબ્રુઆરી, 2017

ફ્રીજ કાંઠે


દોડી દોટ સરોવરકાંઠે
તરફડે પાણી રેતકાંઠે
---રેખા શુક્લ
મા એ મૂક્યું પીક ફ્રીજે
બાળ કરે છે કીસ ફ્રીજે 
સ્પર્શ ઉમળકાનો ફ્રીજે
ખિલે બાળ હસીને ફ્રીજે 
---રેખા શુક્લ

ખામોશ છત બોલે, કૈંક ભીંતને



ભાર લાગે છે, ઇરછાનો ભીંતને
જળ વળગે જઈ, રોજ ભીંતને
પાડી તિરાડોને, પંપાળે ભીંતને 

થાક નો તણાવ લાગ્યો ભીંતને
હથોડી સમજણુ તોડે રે ભીંતને
ભડકે બળતી જો ભીતરી ભીંતને
---રેખા શુક્લ

ઘર ભર્યું પિંજર ની !!


ત્યાગના તોરણે અફવા ઉડી પિંજર ખુલ્યાની
સરનામું એજ માસુમ છે પિંજરે ફર્યા ની ..
....ના ઘર ભર્યું પિંજર ની 
ઉડ્યું ઘાયલ તરફડી વાત પછી મર્યાની
ઘટના ઘટી રે પંખી ના હર્યાભર્યા ઘરની..
...હા, ઘર ભર્યું પિંજર ની
ઉગે છે તરસનો સૂર્ય રોજ તે જ દિશા ની
વાત 'હુંપણે" નહીં ટોળે જઈ ભમવાની...
...મા ઘર ભર્યું પિંજાર ની
 ---રેખા શુક્લ

ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2017

लगता हैं....


रूकी हुं सदियों से कबसे भागते भागते
सादगी ने चूमे हैं कदम युं जागते जागते

नापे कदम नाराजगी रोज  चलते चलते 
अक्सर लूंटा हैं क्युं नजरोंने हसते हसते

कैसी खुमारी डरे आवारगी देख रोते रोते
चूमती आसमां दुआए प्यार करते करते
----रेखा शुक्ला 

મહેક વસંતની


ફૂલી ફાટી મહેક વસંતની 
કદમ્બડાળે ઝૂલી હારમાળા પંક્તિની
રેશમી દોરીએ લટકે ફૂલો શબ્દ બની

ઉપર ચીંટકાવ્યું ઝાંકળ જો બુંદ બની
ઉગ્યુ'તું મેઘધનુ ઝાંકળ મહીં પર્ણની
---રેખા શુક્લ