કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
સોમવાર, 5 ડિસેમ્બર, 2016
સ્નોફ્લેક્સ
કોણે મનાવ્યો કોનો જાજરમાન શોક કે
ધરણી રૂ નો ગાલીચો ને વૄક્ષે ઉગ્યો બરફ !
વાળો લાડુ બરફના ને સંગ રમી લે કે
પરણ્યો સખીરી મહાલંતો ને સેલ્ફી એક બરફ !
સ્નો એંજલ બનાવ તું પગલી પાડ કે
નજારા કર્મભૂમિ જન્નતે, તોરણ થયો બરફ !
ડુંગર બમણી ઢગલી માં ભૂલી લપસણી કે
સફેદી સ્નોફ્લેક્સ થી સજી ધરતી ઓઢીને બરફ !
----રેખા શુક્લ ૧૨/૫/૨૦૧૬
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)