શુક્રવાર, 2 ઑક્ટોબર, 2015

સરનામું

ઇશ્વરનું સરનામું મા-નવ હોય ને માનવ જ ક્યાંય ના હોય તો ?
છૂટા પડ્યા નાયડે તો ઇશ્વરે રઝળાવ્યા લોહીના સંબંધે 
ને મંદિરમાં શોધતા હોઈએ કયા સંબંધે ?
કહ્યું તમે માન્યું અમે ને વેગળા રાખો સંબંધ બાંધી ?
છે કે નથી કે બસ આભાસ ??? હર પલ નો સંબંધી 
કેમ રહે બની પળ નો સંબંધી ???

રૂપ નામે વહે અગન, ચંદન ની મહેંક રહે સદંતર !!

સવારે જગાડે ને રાત્રે સૂવાડે, ને બંધ કરું નયન ને આવે તું અંદર
સપના જોવડાવી ખૂબ તુ રમાડે, જાગવાનું મારે જીવી ને સદંતર 

બપોરે પાસે ને મધરાતે સાથે, શું શું જગાડે અંતર માં રે નિરંતર
કઈ રીતે બતાવું તું ધડકન નું ગીત, ને જીવનનું સંગીત રે અંદર

તુજ રોશની ને નામ રશ્મિ મુજનું, માનું ઇશ ને રહે છે તું અંદર 
કરું પ્રાર્થના લઈ નામ તારું, માંગણી પણ મારી તારી જ સદંતર 

પ્રિત કહું મીત કહું તુજ છે મનમીત, ખોવાઈ જાંઉ તુજની અંદર
કેવું રે લાગ્યું બંધન નું બંધાણ, દૂર-દૂર પાસ-પાસ તુજ છે અંદર

વાત કહું દિન રાત સહું, ખોલું રાઝ પાડી પડદો આંખો ની અંદર
છું રહું તુજ માં ભરેલી, રોમેરોમ માં છે તું આખે આખો નિરંતર !
----રેખા શુક્લ