મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2015

આપણ

મળ મળ કરતા આખર જોને આપણ થઈ ને મળ્યા
રણઝણ રણઝણ ખંજન, નૈના આપણ થઈ ને ભળ્યા
---રેખા શુક્લ

રૂડા અવસર....
દોર રે પતંગિયા આભ માં રંગોળી
ને કોયલડી પાડ ભાત રાગ ની 
વહેતા પવનમાં તડકાની પીંછીએ
સૌરભના પૂરીએ સાથિયા રે લોલ
કે કંકુ છાંટી કંકોતરી લખીએ રે લોલ
રૂડા અવસર એવા આવીયા રે લોલ 

સમય સમય ને.....

સમજવો હતો સમયને પણ ક્યાં સમય સમજે છે
આખે આખો ખોવાઈ ને પણ ક્યાં સમય મળે છે ?
---રેખા શુક્લ


પેહરી ને પાન નવા ઝુમે છે ડાળખી 
દોર રે પતંગિયા આભ માં રંગોળી
ને કોયલડી પાડ ભાત રાગ ની 
વહેતા પવનમાં તડકાની પીંછીએ
સૌરભના પૂરીએ સાથિયા રે લોલ
કે કંકુ છાંટી કંકોતરી લખીએ રે લોલ
રૂડા અવસર એવા આવીયા રે લોલ