ગુરુવાર, 30 જુલાઈ, 2015

વચ્ચોવચ્ચ....

લટાર મારવા નીકળી કૂંપણ રસ્તા વચ્ચોવચ્ચ
કાળ રહ્યો છે કરગરી ઇન્દ્રજાળ છે વચ્ચોવચ્ચ
----રેખા શુક્લ
*****************************************************
થઇ ગયું કન્ફર્મ... નિંરાતી રાતવાસો,ટાઢા ધુમ્મસી ગિરિમાળે...સંકોચવું છે અંતર !!
 --રેખા શુક્લ
*****************************************************
યાદ નો સ્ટીલ નો ગ્લાસ..થંડક દે તૂટ્યા વગર ..કબર્ડ માં અકબંધ પડ્યો....ગટગટાવું આવે તો 
--રેખા શુક્લ
***********************************************************
મોતી સાર્યા વૄક્ષે ....ભિંજ્યો મોર પાંજરે !! યાદ ના પથ્થર ફંગોળ્યા ખળખળ વેહતી જિંદગીએ..
તટ પર પારધી ને બીજા તટે હરણું ...તાંકવાનું, હાંફવાનું ને માણવાનું વેહતી જિંદગીએ...!!!
.....રેખા શુક્લ

બાંધી સાંકળો

ઝીલું આકાશી રોમાંચ
નીલગગને પૂરૂષનો
બુંદન છત્રીલો રોમાંસ
----રેખા શુક્લ
તુષારી  રે  ક્ષણનું 
ટીપું
ટટળે પ્રાણ જણનું
---રેખા શુક્લ


શરદપૂનમ નો તોફાની ચાંદો
વ્હાલ કરી ભરમાવે રે ચાંદો
----રેખા શુક્લ
મેં કેમ બાંધી સાંકળો
હવાએ રણકી સાંકળો
તૄપ્ત ના અધૂરી પાળો
પંખેરૂનો સૂનમૂન માળો
---રેખા શુક્લ
પાણીમાં કેશ પલળે
વાંછટીયું રે વળગે
શાંત પાણી  વમળે
કામિની રે તું કમળે
---રેખા શુક્લ

મંગળવાર, 28 જુલાઈ, 2015

લટાર ...!!

ઉગ્યો તું ...પ્રકાશવા મુજ ને !
ઉગ્યા આપણે ...ફેસબુકે ફૂલો પથરાણા સુગંધ પાથરવા કાજ !
ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો !!
વળગી લાગણી એ વેલ ટપાલ ની રાહે !
 લટકાળી કાકડી લટકાણી રે લોલ વાડીએ !
ના આવે મજા મરચાં વગર રસોઈમાં !
વાલી બા ની મીઠી લીમડી...૭ ફૂટ ઉંચી થઈ ગઈ !
આજ ની લટાર સાર્થક નીકળી...!!
---રેખા શુક્લ


દિકરી લઈ ગઈ બાળપણમાં...કરી મજા ફરી કાગળ ની ઝૂલ બનાવામાં ..
હા તારી સખી ની બર્થડે નું ડેકોરેશન છે પણ મને આવી મજા બનાવામાં..
----રેખા શુક્લ

સોમવાર, 27 જુલાઈ, 2015

વ્હાલી

આમ આજ પગલી થઈ ખબર ગઈ ચાલી
બેફિકર ડંખી ગુલાબી અસર થઈ ને મ્હાલી
પાંદડી ના પડદે રહી કળી શર્મીલી વ્હાલી
મોતી ની સેજ સજાવી ઉષા ગઈ રે ચાલી 
ઉપવન જર્જરિત જગતે રંગીન નૈને મ્હાલી
છેડતો અનિલ કૂંપણે સહજ મુસ્કાને વ્હાલી
----રેખા શુક્લ

રવિવાર, 26 જુલાઈ, 2015

લે ગયો

નૈનો મે બસકે પિયો
લે ગયો મોહે બાવરિયો

જીયરો મારો થડકે પિયો
લે ગયો કાહે બાવરિયો

થારો નજરોમે શર્મ ખોયો
લે ગયો બાંકે બાવરિયો
-----રેખા શુક્લ

શનિવાર, 25 જુલાઈ, 2015

મેઘધનુમાં રંગાઈ

માણુ મીઠ્ઠી સોડમ વરસાદ ની...ટપ ટપ ગીરતી બુંદો માં ભીંજાઈ 
લટો ઉડાડતી વાંછટ ની...પડે નજરૂં કોઈ ની નૈન જાય લજ્જાઈ
 
પ્રકૄતિના ખોળે બેસી કાગળની નાવ તરતી મૂકી મોર સંગ ટહુકાઈ
છત્રી રંગબેરંગી ઉંચી કરી તુજ સંગ સતરંગી મેઘધનુમાં રંગાઈ 
----રેખા શુક્લ

ગુરુવાર, 23 જુલાઈ, 2015

નંદકિશોર


પારણિયે ઝૂલ્યો નંદકિશોર
નટખટ ખિલ્યો માખણચોર
---રેખા શુક્લ
શબ્દ ના માળા માં ઈંડા કવિતા ના
ભાવ ના જાળા માં દંડા સુંદરતાના
---રેખા શુક્લ
રોપવાનું ટીપું આંસુ, લોહી સીંચું ખાસ્સુ
પગલે ઉગે વેલ ફૂલ, કોમળતાને ભાસુ 
---રેખા શુક્લ
દેવ ઉઠ્યા પૂરબે, લંઉ લોટી-દીવડી- પરભાણી
ઘંટડી-આચમન-ધૂપ-પ્રસાદી, નજરું હરખાણી 
---રેખા શુક્લ 
સમયના કારખાને બળી બળીને સ્વાહા થાતું મન
બસ થોડી ઠંડી સુખી વાંછટની તમન્ના રાખતું મન
---રેખા શુક્લ

સોમવાર, 20 જુલાઈ, 2015

ગુરૂદક્ષિણા

ભારતનાટ્યમ વર્ષો પુરાણી પ્રણાલિકા જે ક્લાસિકલ ડ્રામેટિક ડાન્સ ને જાળવે ને શીખવે રિધમ-ડીસીપ્લીન-કલ્ચર-હેરીટેજ હિસ્ટરી ને શ્રી રાધા- કૃષ્ણના પ્રેમ ની ને નટરાજ નું તાંડવ નૃત્ય,યાચના ને શિસ્તબધ્ધ થતી પુજા...અનેક પ્રકાર ના જેશચ્ચર થી પ્રભુ ની રીઝવણી નું મહત્વ સુંદર મનોહર સૂર ને લય ના સમાગમે વર્ણન થતું રહે આખા પ્રોગ્રામ દરમ્યાન ..પીનડ્રોપ સાયલંસ વચ્ચે દીપ પ્રાગટય પછી શ્રી ગણેશસ્તુતિ ને ભરચક ઑડીટોરિયમે તાલીઓ નો ગડગડાટ.ગુરૂ શ્રીમતી તોરલ ચૌધરીની કેળવણી નીચે સચિ ને મનાલિ નું આરંગ્રેત્રમ જોઈ મારી દીકરીઓનું આરંગેત્રમ યાદ આવી ગયું. ગુરૂજીએ દીધો સાથ હેન્ડ સિમ્બલ્સ/બેલ્સ વગાડી, સુંદર ગાયિકા શ્રીમતી જ્યંતિ આદિસુબ્રમણ્યમે રંગ રાખ્યો, મ્રુદંગ પર તાલ આપતા હતા શ્રી લક્ષ્મીનારાયણયન કેરાલાપુરા ને વાયોલિન પર ડો. પ્રસાદ રામચંદ્રન અને વીણા વગાડી ડો. જયશ્રી પ્રસાદે. જતીશ્વરમ. દશાવતાર,ડમરું વરનમ, પદમ,શ્લોકમ. તિલ્લાના ને મંગલમ એક પછી એક આઈટમ પરફેક્શન નો ઉત્તમ આનંદ સર્વે એ માણ્યો. હેપ્પીને પ્રાઉડ પેરેન્ટ્સ ને બધાઈ... ટી.વી. ચેનલ ને કેમેરા માં અકબંધ મેમરી...ફળી મેહનત શિષ્યા ની ને પૂર્ણવિરામે સર્ટીફિકેટ્સ ને આશિષ.
એન્ટ્રી સમયે સૂકામેવા ની વહેંચણી, બ્રેક મા આઈસક્રીમ ને અંતે શાકાહારી વાનગીઓનું ડીનર .ગોવાળિયાઓ સાથે ગેંદ ખેલતા શ્રી કૃષ્ણે કાલીનાગ ને હંફાવ્યો ને નાગણ ની આજીજી નું તાદ્રશ્ય વર્ણન...જળકમળ છાંડી જાને બાળા, સ્વામિ અમારો જાગશે...જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે...ના ગીત પર ડાન્સ ને શ્રી કૃષ્ણ માટે મુખડાં ની માયા લાગી રે મોહન પ્યારા પ્યારા...ગીત ની મજા માણી. ધન્યવાદ ને આભારવિધિ પછી બધા પડ્યા છૂટા.
---Rekha Shukla (Jan Fariyad)

શુક્રવાર, 17 જુલાઈ, 2015

કલમથી

ટપક્યા આંસુ પ્રભુ મુજ કલમથી
સ્વીકારો નિમંત્રણ મુજ હ્રદયથી
----રેખા શુક્લ
બિરાજો છો આપ મયુરાસને
યાતના ને દુઃખ બેસે
ચટાઈ ને રજાઈ દેવા આસને
--રેખા શુક્લ


લાલ લીલી ચુંદડી નુ અનેરું વલણ છે
ઉપર લેસ-પટ્ટા નું ભારે રે ચલણ છે !
આસમાની ઓઢણીનું મુજને વળગણ છે
બસ કર વાહ-વાહ ક્યાં કંઈ સગપણ છે
પી જવાનું જીવને કડવું જે હળાહળ છે
સ્મિત સહ માત્ર આંખ બોલે ગળપણ છે
----રેખા શુક્લ
કોરો કાગળ બની વેચાઈ કેમ જવાય ?
નિખરે શબ્દો સિતારી ને વિસ્તરી જવાય
----રેખા શુક્લ

માટીપગાપણું

લાવે મન શંકા 
કે ભૂલી ગયા છે
ત્યાં તો આવે એડકી 
કે યાદ આવી ગયા છે
 ----રેખા શુક્લ
નજરાય ના નજર તેથી જ નયન ને રાખું ઢાળી 
પરખાઈ જાય નાહક તેથી જ લંઉ નજર વાળી 
----રેખા શુક્લ
ડાયરી નું પાનું પ્રેમ ના ઉથલે
આપણી ધડકન ધકધક બોલે
છોડવાનું છે માટીપગાપણું બોલે
દિલ પર દસ્તક હોય પગલે પગલે 
-----રેખા શુક્લ
સ્મૄતિ છે વિસરી
અવતાર ના બંધને
બોળી છે કલમ 
જીગર ના ખૂને 
---રેખા શુક્લ
કુંભાર કેરા ચાક માં પિંડ માટી ના ધરી
પૂર્વજોના દેહ પર થાતી રહે કારીગરી
ને તુંજ ને પૂજવા પૄથ્વી નામે મહાનગરી
----રેખા શુક્લ


આંખો

પ્રથમ મુલાકાત માટે હસી આંખો 
બીજી મુલાકાત માટે રડી આંખો
ઘડે છે પથ્થર ને કલાકારી આંખો
માણસ ને ઘડે છે પથ્થરી આંખો 
રૂપ ને નિહાળવા રૂપાળી આંખો
ટપટપ ભીંજાય વેદનાથી આંખો
પ્રેમ કરે છે માત્ર પ્રેમાળ આંખો
પાંખો વગર સપના જુવે આંખો
કરગરે મૂંગી રે પ્રાણ થઈ આંખો
વાટલડી જોતા થાકી મૂઈ આંખો
પ્રણયમાં મજબૂર થશે જો આંખો
સોનેરી પ્રભાતે રૂવે ઉજાસી આંખો
----રેખા શુક્લ 


ઓ સાહ્યબા

ગભરૂ નારના ગુલાબી ગાલે મોહ્યું તારૂં મનડું ઓ સાહ્યબા
તાંબા ની હેલીએ ભીના ખંજને હસ્યું'તું મુખડું ઓ સાહ્યબા 
વીરડો ઉલેચું રેતી માં રમતા નાચતાં પગલા ઓ સાહ્યબા 
ઓઢણી ની કોર લટક મટક ઉડી વળગી તને ઓ સાહ્યબા
સ્મરણ માં પણ નશો ઘોળાયો ખુદ નો ભેળો ઓ સાહ્યબા
છલકી રે ગાગર રણકી રે પાયલ વારી જાવું ઓ સાહ્યબા
----રેખા શુક્લ

ગુરુવાર, 16 જુલાઈ, 2015

આખરી વાત

તરસની વાતુ ભળે, જળ ની ભાષા થઈ
સ્વપ્નની ભાષા ચાંદ લખે રાતરાણી થઈ
દિવસ રાત બસ તું જ મળે એષ્ણા થઈ
ખેલ ખેલાયા શ્વાસે જીવ ને મૂંઝવણ થઈ
વાત ચર્ચાઈ જગતે જો તે આંખ માં થઈ 
લાગણી ની કોયલ ટહુકે ગાતી કંઠે થઈ
આગ લાગી આકાશે હજુ જ્યાં પરી થઈ
આખરી વાત મરી ને ય મળવાની થઈ
----રેખા શુક્લ ૦૭/૧૬/૧૫

બુધવાર, 15 જુલાઈ, 2015

પરપોટુ...

કડવા બુઢાપા ને વળગણ શૈશવ ની ચાસણીનું
ડૂબવા શિશુ એ જાગરણ જિંદગી ની માંગણીનું
ભૂલ્યું પડ્યું ભૂલકું અરણ્ય એક કૂંણી લાગણીનું
ઘર રહ્યું પરદેશ કા'ન માંગે અળગી વાંસળીનું
----રેખા શુક્લ

ટમટમતાં તારલાં નું ઝુંડ આવી ગયું

અત્તરના પુંમડાની સુવાસ પાથરી ગયું

સંવેદના ના સંબધોનું  
પરપોટુ અડી ગયું

આમ મારું India પાછું મળી ગયું...!!

---રેખા શુક્લ

સોમવાર, 13 જુલાઈ, 2015

તૂટી પડ્યો છે બસ !!


ક્યાંક થોભતી જોઈ બંદગી
ક્યાં લઈ જાય તું જિંદગી 

અહીં માનવ સૌ ચિત્રો જેવા
વગર પિછાને મિત્રો જેવા

જળ જાગી ને ના જંપતું
ક્ષણ ઢોળીને નડી જંપતુ 

અહીં ઘાયલ પરીંદા જેવા
વગર ઉંડાણી સજદા જેવા 
---રેખા શુક્લ ૦૭/૧૩/૨૦૧૫