મંગળવાર, 24 જૂન, 2014

પ્રભાત ઉઠી આળસ મરડી


ઠુમક ઠુમક પગલાં પાડી, પ્રભાત ઉઠી આળસ મરડી
સૂરજ ની શર્મીલી વાળી,  મખમલી સુંવાળી પંખુડી
ઝાંકળ નું ચુંબન લઈ, અંગડાઈ લઈ બેઠી લજામણી
ખિલખિલાટી અટકચાળી, નેણ નચાવે ડાબી-જમણી
હાથ પ્રસારી ઇન્દ્રધનુ એ, સોનેરી થઈ પરભાત પડી
ગુલાબી મુખડે ભીગી શબનમ, ચરણ પખાળી જડી !
---રેખા શુક્લ

કામણગારા કાન


તું આવે તો વ્હાલ કરું 
કંઈ બોલે તો વાત કરું
આવ રમતિયાળ હું ડરું
ઓરું ઓરું ફોરૂ છું ગોરું
માખણિયાની જાત ધરું
પીળું પિતાંબરી પોત ભરું
થાય ગુલાબી અધરે વરું
----રેખા શુક્લ

ફટ રે રૂડા


ડર ની ફૂંટી કૂંપણ ને 
જીગર ને ફૂંટી ડાળ
વિશ્વાસ નો હુંફાળો તડકો 
ને પ્રેમનો વરસાદ છે
ફટ રે રૂડા ચાંદલિયા
મારો સૂરજ મુજને વ્હાલો રે
----રેખા શુક્લ

તુજ બિન


લે ઉતાર લે ભસ્મ કા નશા શિવ !!!
તેરે રંગ મે રંગ ગઈ તુને લગાઈ ભસ્મ મે ખુદ ભસ્મ હો ગઈ
ઐસે રંગ જબ સંગ હુઈ તુજ બિન ખુદાઈ ના રંગ હો ગઈ !!
---રેખા શુક્લ