રવિવાર, 16 ફેબ્રુઆરી, 2014

ગયા



લાગે છે કેટલા વરસો પછી ભળી ગયા
ક્યારેક જ્યારે વરસોમાં કેમ છો પૂછી ગયા
શહેર નો લાગ્યો ભાર વરસો ખમી ગયા
ઘરમાં પૂછાયું ને તો દોસ્ત થઈ નમી ગયા
પગેરૂ સાથિયા આવી હથેળી માપી ગયા 

અમથા વ્હાલે બસ આંગળીઓ ચાંપી ગયા
ભડકા નથી દઝાડતા બરફ ઠારી ગયા
ઉઝરડા અભિનયના વ્યવહાર મારી ગયા
યાદ હજુ કેમ તાજી પાછી કરાવી ગયા
ગણ્યા માન્યા તો ય સોડિયમ નાંખી ગયા
--રેખા શુક્લ