રવિવાર, 17 નવેમ્બર, 2013

બાલ કૄષ્ણ ઉભો નટખટ !!


અક્ષર અક્ષર થઈ ગયું દિલ કાવ્ય થઈ ધબકી ગયું
કૄષ્ણ કૄષ્ણ ભજી ગયું તન ભાવ્ય થઈ મહેંકી ગયું !
...રેખા શુક્લ

બાલ કૄષ્ણ વળગી ગયો મુજ હૈયે આવી ઇ વસી ગયો
વિઠ્ઠલ નું નામ દઈ યાદમાં ખોવાણી ને ઇ હસી ગયો
ભાલમાં તિલક ને આંખમાં નૂર વ્હાલમ ઈ રસી ગયો
પીળું પિતાંબર અકબંધ પાટલીએ કંદોરો ખોસી ગયો
અધરો માખણ ને ભોળવતી આંખે મુજમાં વળગી ગયો
પાલવ પકડી ને ઉભો નટખટ કાનમાં હસી ગયો...!!
...રેખા શુક્લ

દાડમ રસદાળ


આજ ને સાંજ છે વક્તમાં રાઝ છે
ભાગી લે પાંખ છે આશમાં સાઝ છે
...રેખા શુક્લ

દાડમ ને ફોલતા વિચાર આવી ચઢ્યો એક રસદાળ
ઉપરથી સુંવાળું અંદરથી દાણેદાણા એના રસદાળ
અંદરબહાર સુંવાળપ ને ઢગલો કચરો એક રસદાળ
કામ વધ્યું ભરપુર તોયે ગુણ રહે એક એનો રસદાળ
...રેખા શુક્લ