શુક્રવાર, 18 ઑક્ટોબર, 2013

મીન પડી.............


ચુમીચુમી ને પુષ્પ દીધું, પાંદડીઓમાં ખરી પડી
તમારા સમ જો ખોટું લાગે લાગણીમાં સરી પડી
પ્રેમનું બંધન ભળ્યુંને આલિંગનમાં હું લીન પડી
તમે મારામાં રહો આરપાર બેભાનમાં મીન પડી
----રેખા શુક્લ

રાત તારલે જડી !


વરસોથી સંઘરી રાખેલી તમારા હ્રદયની વાતમાં જડી 
ગુલાબી ગીતમાં બે લીટીની વચ્ચે ધબકી ગઈ ને જડી
નયનને બંધનમાં મૂકી તમે દિલમાં કર્યું ઘર જોને જડી
ખુલ્લી નજરમાં ચારેકોર ઓળઘોળ રાત તારલે જડી !
..રેખા શુક્લ

રડી આંખલડી


સદા સુહાગણ ના દીધા આશિષ ત્યારે રડી આંખલડી
પલપલ ભીંજવી પ્રિતડી રંગમાં ત્યારે રડી આંખલડી
શરદપૂનમની રાતડીએ ઉર્મિ-ઉજાણી રડી આંખલડી
પાંપણને પલકોમાં હિંચીને પૂરાઈ ને રડી આંખલડી
...રેખા શુક્લ

ભાઈલા મારા


કાંખમાં રમાડ્યો યાદ કરને ભાઈલા મારા
હાથમાં સુવડાવ્યો સાદ દઈને ભાઈલા મારા
ઘોડીયે હિંચકાવ્યો લેસન કરતાં ભાઈલા મારા
ગીત ગાઈ રોજ પંપાળ્યો પારણે ભાઇલા મારા
---તારી એક બેન કરે યાદ ભાઈલા મારા 

પેટર્નસ અવનવા


પેપર સ્કલ્પચર હા સેન્ડ સ્કલ્પચર અવનવા
મિનીયેચર સ્કલ્પચર ઓન પેન્સીલ પોઈન્ટસ
ગોર્જિયસ ૩ડી આર્ટ અદભુત અહીં માનવી
ચારોતરફ આર્ટીસ્ટ ને જ્યાં જુઓ ત્યાં બ્યુટી
વોવન ને આર્ટીક્યુલેટ પેટર્નસ અદભુત કુદરતી
----રેખા શુક્લ