બુધવાર, 16 ઑક્ટોબર, 2013

અંજલિ ફોરમ


હોવા કરતા દેખાવું નૈ મહત્વનું 
ધુળ વસુંધરાનું દે તૄપ્તિ મુજનું
જ્ઞાન-વિજ્ઞાન ને અનુમાન તેનું
પરિણામલક્ષી નૈ પ્રક્રિયાલક્ષીનું
મારું જીવન અંજલિ ફોરમ નું !
હું પુષ્પક છું વરમાળે વેણી નું !
--રેખા શુક્લ 

કેલેન્ડરમાં....


ટાઈ પેહરેલા દેખાય છે મિટિંગમાં
વ્રુક્ષો સંગ ખુણે સંગીત કોમળમાં
સફેદ ચાદર નીચે આવતીકાલના
પડખાં ફેરવે છે ફરફર કેલેન્ડરમાં

અનુમાન એપોન્ટમેંટ વંડરતામાં 
ફ્રેમમાં લાગણી થીજી સાચવવામાં
ખંખેરી ને સંબંધો છે વિખરાવામાં 
સંબંધ સદાકાળ મૄત્યુ કેલેન્ડરમાં
---રેખા શુક્લ