સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013

ગરમ ગરમ પડછાયો

મોંજાની બાળહઠ અહી છે નરમ નરમ
કાળજે પ્રતિતીની સ્મૄતિ છે ગરમ ગરમ 
---રેખા શુક્લ 

રધવાયો ભરમાયો, મારો તારો પડછાયો
શરમાયો ખોવાયો, મારો તારો પડછાયો

પરિચય દેવ છે, મારો તારો પડછાયો 
માટી ને મળ્યો ચાકડો, કુંભાર પડછાયો
---રેખા શુક્લ

અજાણ્યા હૈયે મારી જ નિખાલસતા
માટીના ફૂલો વારે આંસુ ના નામ !
--રેખા શુક્લ

હાંક મારી ખુદા તો જોઈએ

શ્વાસમાં થઈ અસર છે ચલો જોઈએ
રમતું જમતું નજરે છે ભમતું જોઈએ 
હરપળ જન્મી સતત મરતું જોઈએ 
ઝરણું થઈ ને ચાલ વહી તો જોઈએ
તરણું લઈને એક્વાર તરી જોઈએ
ડાળે જઈને પારેવાં ઉડી તો જોઈએ
ખુદા છે હાંક મારી ખુદા તો જોઈએ
--રેખા શુક્લ

દિલની બારીએ ભાન વગર

ટહુકો કરે દરબાર દિલની બારીએ 
હૈયાની કોર ભીંજાય પ્રેમની ઝારીએ
***********************
મજદૂર છે થઈ ને પાનખર 
વસંત ચૂમે છે રોકડા આંસુ
************************
રાખોડી રંગે પર્ણો નાચે
નગ્ન વૄક્ષી અંગો કાજે 
************************
ક્ષિતિજ ની સંગાથે સંગાથી ગગન સુધી
ભાવનગરી બજારે ભાન વગર સુધી !!
---રેખા શુક્લ

ખરી જિંદગી

શ્રાધ્ધ છે હા યાદ કરીએ
ખરી જિંદગી યાદ કરીએ
તરી જિંદગી યાદ કરીએ
મળી જિંદગી યાદ કરીએ
સરી જિંદગી યાદ કરીએ
આશિર્વચન યાદ કરીએ 
---રેખા શુક્લ

iphone

world is made of SUGAR it crumbles so fast but don't every worry to put your finger and taste it.....!!
Sea comes again and again to kiss the sea shore no matter how many times it slips away .....!!

iphone  હા ચસ્કો ચિટકુ વ્હાલમાં 
બા કહે મારુ બેટુ મટકુ છું વ્હાલમાં !!

યસ બેટા લાગણી છે ફોને વ્હાલમાં 
ક્યારેક તો જરીક કહે મુજ્ને વ્હાલમાં !!

હા તારી ભોળી આંખો ને ન્હાની હથેળીમાં 
નહીં સમાય તેટલું ચોમેર દુઃખ વ્હાલમાં

ઝઝુમવાનું છે તારે ને આગળ વ્હાલમાં 
તટસ્થ જીવી પરિવારનું ગૌરવ વ્હાલમાં
---રેખા શુક્લ