હું પ્રિત રચિત તુજ ગીત છું
કુણી લાગણીનું હા ગીત છું
છમછમ શરણે નાચું ગીત છું
મનમીત જો પોતીકું ગીત છું
રંગીલુ શર્મીલું તુજ ગીત છું
ફુંકાતી વાંસળીનું ગીત છું
ગમતું હુંફાળું બસ ગીત છું
વસી પ્રિતડીમાં થૈ ગીત છું
ઘેલી લજ્જાનું મધુ ગીત છું
ખુલ્લુ બંધ હૈયે વહુ ગીત છું
--રેખા શુક્લ