રવિવાર, 30 જૂન, 2013

મખમલી પડદા પાંપણના....

મખમલી પડદા પાંપણના પંપાળે પ્રભાતે સોનેરી કિરણો ...લાગ્યું સુરજનું વ્હાલ છે.
ટીક્કી વાળા બુટ્ટા ભરવા મોરલા ચિતર્યા પાંદડીએ; ગુલમહોરની ડાળે ઘુઘરીયાળા મહોર ટાંક્યા...
સાંકળી ટાંકે વ્હાલ ગુંથતા લાગે ખુશાલી નો લેપ....કેવું ટેરવાં નું વ્હાલ છે.
લટોને કરે અડપલા સમીર આવી રંજાડે..... લાગ્યું ચેતનાનું કામ છે.
ગાયો ના ધણ પગલે રણઝણ ;ચકલીઓ ની ચહલ પહલ માળે...પાતળી વાદળીનું ચુંબન છે.
બગીચે પતંગિયા રંગરંગના ઉડતા; ગણગણી ભમરાં ફુલો રંજાડતા ..વેદનામાં સ્નેહનું કામ છે.
તુલસીના ઝીણા પત્તામાં કૃષ્ણ કૃષ્ણ મુખ ;સપનુ થઈ સાચકલું પ્રભાત છે...!!
---રેખા શુક્લ

પાદરે ખબર અમાનત.....

 થાતી'તી વાત સાદર શર્મ ને લજ્જાની કરતા'તા લોકોની કદર
 દેવાતો વડલે આદર બધાને પુછાતી બધી ગમતી પાદરે ખબર

 નાનકડી દેરી એ પુજાતા શિવજી, થોડે દુર ભાળી'તી એક કબર
 ટબુડી દુધ સંગ બિલિપત્રે અભિષેક, ફરકતી'તી ધજા એક ઉપર
     ---રેખા શુક્લ

જીન્દગી આપકી હી અમાનત દિલમે આપકી હી મહોબત ઇન સાંસો કી કસમ તુમ મેરી હિ જરૂરત 
લોગ ક્યા કહેંગે અજી અશ્ક બેહને લગેંગે રોતે રોતે ભિ હંસ દેંગે ગર તુમ કરેંગે હસને કી ફિરત
 ---રેખા શુક્લ

બંધ બારણે શિવની જટામાં.......!!!

રાઝ ની વાત માં "ઇશ" કહેવાઈ તું ઉપર બેઠો
શ્વાસ માં ભળી ઇશ્ક ગણાઈ બંધ બારણે બેઠો

તારા જ અશ્રુ તુજ ને પખાળે શું તે પ્રેમ સેહતો
તું સુર્ય થઈ શેકાવે તું પાણી થઈ ડુબાડી દેતો

કેવી કુણી લાગણી થઈ દઝાડે આંસુમાં હસ્તો
પાપી ને પુનિતો ને દીધુ મરણ ને શરણ કે'તો

ફોતરાં ઉડ્યા જ કરે જો તણાયાં કોઈ જાળામાં
ના ડુબાણાં તર્યા કરે ભોળી માયા ના માળામાં

ચરણ શેષનાગ પંજાનું પવિત્ર ગોઝારી ગંગામાં
અસ્તુ "મા" વંદન પુજાતી રહી શિવની જટામાં
---રેખા શુક્લ