હું શમણાંઓને માણું છું;
એ હકીકત લઈ ભાગે છે
હું અળગો રહેતા જાણું છે;
એ શબ્દ લઈ જાગે છે
....રેખા શુક્લ
ખોબો ભરીને સુગંધ ઢોળું;
વરસાદ બનીને વરસું
મહેંકતા માસે પલળે ટોળું;
પરસાદ બનીને પીરસું
એકલતામાં પીગળે ભોળું;
તુજ શ્વાસ બનીને જીવવું
મહેકતી વાતું એજી ખોળું;
તુજ રંગીન સ્વપ્ને જીવવું
---રેખા શુક્લ