બાંધણી ની ઓઢણી એ સુવડાવ્યા બરફ ના તાંપણે ઓગાળ્યા !
મુજ ને મળી ગળે સંગે વળગાવ્યા હેમાળા ગળ્યા ને પાછા વળાવ્યા
બળ્યા પગલા દાઝ્યા હાથ -દરણાં દળતાં વ્હાલ ઓરાવ્યા...!
---રેખા શુક્લ
વરસોથી સંઘરી રાખેલી કવિતા તુજ ની ગાંઉ છું;
મમતાથી ભરેલી મુજની આંગળીયો ભાળું છું
પગલાં તુજના લાગે કળી ઓ પાથરું ફુલ જાણું છું;
કહ્યા વિણ રહું નહીં મુજ બાળ તુજ ને ચાહું છું
--રેખા શુક્લ
ટપટપ મારા પુષ્પો ખરતા
તારી નીંદ ના તુટે
જાગો તુ જ જાગે મુજ જીવન જાગે
ધીરજ મારી ખુટે ...જાગો.....
મારા ઉર ના અણુએ અણુમા જાગો જીવન સ્વામિ....!!