સમંદર જેવી ઓટ ને ભરતી
ભારત ની યાદ આવે છે
સરીતા પેહલા કુવે ફરતી
ઉર્મિ થઈ હિલોળા આવે છે
લીલી્છ્મ્મ માસુમ કુંપણો
કુંણા પુષ્પો લૈ આવે છે
ખાંખાખોળા કરવા સસલી
ખિસકોલી સંગ આવે છે
બચોળિયું ને ગલુડિયું ગેલમાં
વ્હાલ મુજને ભરમાવે છે
રડતા ઘર આવ્યું છે યાદ
સમય મુજને ન ઠારે છે
આજ ભારત ની યાદ આવે છે......!!
---રેખા શુક્લ ૦૫/૩૧/૨૦૧૩ (૫૫)