સોમવાર, 27 મે, 2013

જલતરંગ

ઇશ્ક બિના ના ચૈન યહાં આતા હૈ ક્રિશ્ના દિવાના સબકો બના દેતા હૈ
તુમ ના મિલો તો મિલ કર હૈ ક્યાં કરના દિવાની રાધા બના દેતા હૈ
--રેખા શુક્લ

અક્ષય પરબ તારી ને તરસી હું
વીંટાંઈ વેલ સારી ને અળગી હું
પરખ બાલમ તારી કલગી હું
ભીતરે જલતરંગની કંપન હું
--રેખા શુક્લ

કવચ થઈ ને વદન તું
ટેરવું થઈ ને રતન તું
મોંઘેરું જુલ્મી સપન તું
બંધ આંખનું વતન તું
--રેખા શુક્લ

તુ દુર ના જઈ શકે 
મારા થી પાસે 
ન આવી શકાશે
...રેખા શુક્લ

નાના પાછળ મોટો પડ્યો...
બગડા પાછળ છગડો  પડ્યો ઓછી કિમંતે ૨૬ થયો
સાથે થયા તેમા વધી કિમંતે ૬૨ થયો..........!!
--રેખા શુક્લ

મલપતી એક નાર નવેલી
કોમળ ચંચલ દિલ વાર ચમેલી
ઘુંઘટ નૈના મધુપ્યાલા નમેલી
સુંદરી અધરે મુક્ત ચુમેલી
---રેખા શુક્લ

સમય નથી ત્યારે સમયનું બંધન જોઈએ છે
છુટવાના સમયે જીવ ને બંધન જોઈએ છે !!
---રેખા શુક્લ

Pradip Raval
Dear friends..one notification for u...for ur kind information..
Mrs.Rekha shukla from chicago.usa is allready appointed as a Associated Editor of Amirica.now sapana vijapura and rekha shukla are Authorised to work with jan fariyad international news paper organisation.if any one hv problem contact me at my head office Gandhinagar,Gujarat,India
New issue 26/5/2013 upload...watch it and send me ur valuable comment /feedback
www.janfariyad.com