ગુરુવાર, 25 એપ્રિલ, 2013

હિંચકે રણકે


લાગણી ના હિંચકે, એક યાદ નું ફુલ ઉંઘતું
ફુંક મારી પ્રેમભીની, હવા ભળે શ્વાસ સુંઘતું
---રેખા શુક્લ 

મન


નટખટ મન દેશપરદેશ કરતું ઉડતું 
પટપટ ગઝલમાં એશ કરતું જડતું
ખટપટ કંઠમાં ઉંઘતું ઝાંકળ પડતું
ઝટપટ  ખાંખાખોળા કરતું ગબડતું
---રેખા શુક્લ


મન ના દ્વારે ટીંગ્યા તોરણો લઈ કળાયેલ મોરલા ઝંખના ના મોતી ગુંથી....
ટાંક્યો રે વ્હાલો સણુલો લઈ કળાયેલ મોરલા પંખ ના પગલા ગુંથી...!!
----રેખા શુક્લ(મધુબન મે બન કે નાચે રાધા મોરની બનકે)