બુધવાર, 17 એપ્રિલ, 2013

રાણી થૈ રિસાતી'તી....


શાંત ઝરૂખે ભીની લાગણી ધડકને ઝબોળી'તી
ખળખળ વહેતી અંતર પાને હળવે ભીંજાતી'તી
મેંદી હાથે આંખે કાજળ સ્વપ્ન મહેલે મ્હાલી'તી
અંધિયારા જગતે અક્ષરસાદે ફોરમે ખિલતી'તી
સુરસરગમ પ્રહર વિતે હસ્તાક્ષર થૈ હિંચતી'તી
હંસલી ચાલે હ્રદયે વસી રાણી થૈ રિસાતી'તી
હીરલે મઢેલ વીટીંયુ ને કબ્જે ખાંપુ ચુમતી'તી
એક સુરીલી બંસરી વાગે કોયલ કંઠે ગાતી'તી
----રેખા શુક્લ

બંધન

ઝબોળ્યા ના સંબંધ તો, તારણ થયા બંધન


અસ્પર્શ ને અનુભુતિ ના, કારણ થયા બંધન

મૌલિક-અલૌકિક લોહીએ, ના થયા બંધન


પ્રસર્યા ના ઝાકળબિંદુ, થૈ ભીના ફુલે બંધન


ઉપહાર કૈ શ્વસને પળે, ના પળે થયા બંધન


નોધારા પ્રાર્થે પ્રભુ ના, નોંધે થયા બંધન !!

---રેખા શુક્લ

વેચાઇને અહીં ઇરછા સર્યા કરે ઉલ્લાસ
ગુલમહોરના ટેકરે ખર્યા કરે વિશ્વાસ 
--રેખા શુક્લ

મેહુલિયા ને વળગી ગઈ........!!


સંતાડી ને રાખ્યા શબ્દો ને ...કવિતાનો વિરડો ઉલેચ્યો ને...!  
 ---રેખા શુક્લ                                                                                                              
વસંત જોઈને હરખાઈ ગયા ગલુડિયા ફોટા પડાવા બેસી ગયા...!!
---રેખા શુક્લ  
ફેસબુક ગુલમ્હોરીને ખરી કવિતાઓ પાંદડી ને થઈ ગઈ હું કેસરવર્ણી..!!
અક્ષરોના બચ્ચા લઈને બતક થઈ મ્હાલે કવિતા જોને કંચનવર્ણી.....!!
---રેખા શુક્લ  
મુશળધાર વરસ્યા શબ્દો કોરીકટ કવિતા પર
સુગંધ સુગંધ ફુલો ખીલ્યા ફટાફટ કવિતા પર
---રેખા શુક્લ

મેહુલિયા ને વળગી ગઈ........!!
લીલી હરિયાળી બાંધણી ચોમેર પ્રસરી ગઈ
ડોકિયા કરતી પાંદડીઓ મારંમાર હરખી ગઈ 
પગલી પાડી સસલી વારંવાર શરમી ગઈ
 ટપક્યાં મોતી મુંછે બાથંબાથ ફરકી ગઈ !!
---રેખા શુક્લ