શુક્રવાર, 18 જાન્યુઆરી, 2013

પરપોટાને ખિસ્સે....


ફુલોનો ઝુલો ને મોરપિંછાનો ગાલીચો જી

ખટમિઠ્ઠી કેન્ડીના વચ્ચોવચ્ચ ગુલદસ્તા જી

ચારેકોર ખિ-ખિ હસતી આપણી વારતા જી

લાગણીની હોડીએ તરે વાદળ નું પાણી જી

૩ પાંચ ને ૩ ટપકાંના કમળે બિરાજે લક્ષ્મીજી

હોલોગ્રામના અંગારા ને ફોડતા ફટાકડા જી

પરપોટાને ખિસ્સે ભરી ગુંજન ગાતા તમરાંજી
---રેખા શુક્લ

દિલ-પતંગિયુ...


પાંખોથી સુંદર ને આંખો માં એ વસતું
ફુદકફુદક ફુલ ફોરમે એ  ભમતું...
શમણાં હો રંગીન કે વિરહના થીંગડા
આવરદા ભલે હો એક દિ' ની-સૌનું વ્હાલું
રંગરંગીલું પ્યારું લાગે સૌને આ પતંગિયું 
-રેખા શુકલ 

વાંચતા વાદળ...!!

પકડાપકડી સુરજની વાંચતા વાદળ વરસ્યા કરે
મોલેક્યુલ  સ્ટબલાઈઝરે ટાઇમ ફ્રીઝ કર્યા કરે
સ્કીની મહેરબાનીયાં લાગણીએ તણાયા કરે
પ્રિઝ્યુમ ને રિઝ્યુમ હવા પ્રત્યાઘાત પુર્યા કરે
ચોકલેટ ઘરે પંછી નહીં માછલીઓ ઉડ્યા કરે
વિખુટા રસ્તે પડે ને મેળે માણસો મળ્યા કરે
---રેખા શુક્લ

મારી મારી ને જિવાડે મારવા માટે ને તુ કહે છે જિંદગી છે અહીં??
શ્વાસ લંઉ છું યાદ કરી કરી ને એહસાન ચચરે તન છે જિંદગી અહીં??
-રેખા શુક્લ

શંખલુ ...


પહેચાન જુના પરિંદોના એહસાન નવા જુના છે
ખુલ્લા બદને ગર્મ હાસ્યમાં શામિલ કૈં પરવાના છે
શંખલુ ઉપાડી ભાગે ગોકળગાય દર મહીં માટીના છે
ઇશ્કના દરિયામાં ભીંજી તોયે તરસ્યાં કૈં રેહવાના છે
આ પાણી છે  તે આગ? કે રમતમાં આગ પાણી છે
મોતી ભળે છીપલે ને દરિયે સુરજે લાજ તાણી છે
---રેખા શુક્લ

ફુલ પથ્થર થઈ ગયા.......


નિરખી લે આત્મા છે...સહનતાની શક્તિ છે....
સંદેવનાનું પરપોટુ અડે.. પ્રતીક્ષાએ મુક્તિ છે...
દિલ ના ઉઘડ્યા દ્વાર.. શે પળમાં બંધ થઈ ગયા...
બોલ્યા કરે છે શબ્દો... કે ફુલ પથ્થર થઈ ગયા....
--રેખા શુક્લ 

ટેરવે નાચે અંગ....પ્રેમ કસુંબી રંગ...!!


ગણગણતી ઘુઘરી રૂપલે ચુંદડી સંગ

મઘમઘ વેણી ચોટલે આખુ મ્હેંકે અંગ

વગડે વળગી ઉભા બેઉ શ્વાસ થૈ દંગ

બટકબોલી હાંડી ભીંજે ટેરવે નાચે અંગ

જીવપોપટ ડાળે બેઠો વાંચે કાગળ સંગ

નિરખી વાલમ મલક્યો, પ્રેમ કસુંબી રંગ
---રેખા શુક્લ 

જય શુરવીર વીર


દીન રંકના અંગે અંગે
જાગ્યાં જૌહર નવલા રંગે.. જય શુરવીર વીર
શબ્દ તણાં બસ તારે બાણ
ઢળી જતા શત્રુના પ્રાણ.... જય શુરવીર વીર 
જિંદગીની ફિરકીનો છેડો
આથમણો સુરજ છે મેડો.... જય શુરવીર વીર 
ભારેખમ આંસુ જનાજે
મુંગો શાંત પ્રખર અવાજે.. જય શુરવીર વીર 
---રેખા શુક્લ

સોય પરોવ મંહી....શ્વાસનું અનોખું નાકુ !!!


સોય પરોવવાની જેને ખબર છે....
ભરતા'તા આંબળો ને 
ઝીણી ઝીણી સાંકળીઓ
સાદુ ભરત કાં કાશ્મીરી 
ભરત ની ગમતી ભાંતુઓ
યાદ છે હું લેતી'તી.... 
ઇંગ્લીશ આઠ્ડો ને ખજુરી ચોટલો
સંધુયે મળે હવે ફટાફટ 
યાં ક્યાંથી આવે ગતાગમ
જીવવું ક્યાંથી ગટાગટ
ગિરનો સિંહ ભુખ્યો ડાંહ 
શું કુલેર કે સાથવો ?
બથ ભરવાં રોજ હાંડકે
શ્વાસનું અનોખું નાકુ
મંહી....
હાંડકાની બટક બટક ગાંઠુ
ટાઈમ નથી આ શરીરને 
ક્યાંથી હોય ભરોસો આ શરીરને?
--રેખા શુક્લ ૦૧/૧૩/૧૩