શનિવાર, 23 જૂન, 2012

અલગ અલગ...!!!


રણમાં બનાવી ઘર ને તરસ્યા જીવી ગયા
શહેરના રૂમે શુ ગુંગળાયા પાછા રણે ગયા

ચાલતા રહ્યા રસ્તાઓ તો દુર સુધી ગયા
 ઉપર નીચે અટકી મુન પર હવે ક્યાં ગયા

કુદરત કહે છે થાકીશ તમે માનવ રહ્યા
 આભાસ નો આ  ભાસ કરાવતા રહ્યા

પુછે છે શ્રધ્ધાનો જ્યાં વિષય છે
નજરે મુજને કાનો વા'લો તાદ્ર્શ્ય છે

દેખાય મીંરા ને, ને રમતો રાધાજી સંગ
ભળી રેતીમાં. સિંદુર બની સેંથા નો રંગ

સ્વાદ ભળ્યો શું માટીમાં-સંપુર્ણ સ્રૂષ્ટિ બતાવી મોઢામાં
વિઠ્ઠલ વિઠ્ઠલ ગાતા ગાતા ફરે,  નરસિંહ બેઠાં છાંયામાં

તુકારામનો તંબુરો ને "નાણ" બજાવે ભટ્ટ્જી
"ભવાઈ" જોવાની મજા હવે ગઇ ભુલાઈ

ક્યાં ગયા એ કઠપુતલીના વ્હાલા વ્હાલા ખેલ
ક્યાંથી આવ્યા ભ્રષ્ટાચાર ને આડ્ંબર ના મેલ?

એકના અનેક સ્વરૂપ ને નામ અલગ અલગ
ભાળુ પ્રેમે પ્રભુને રોજે ભુલકાં અલગ અલગ
-રેખા શુક્લ (શિકાગો)