શનિવાર, 1 ઑક્ટોબર, 2011

ચાંદલિયો

આભથી ઉતરી ચાંદલિયો ફળિયે સુઇ મલકાય...
આભલે ભરેલ ઘાઘરીની ઘુઘરીઓ રણકાવી જાય...
આભથી ઉતરી ચાંદલિયો ફળિયે સુઇ મલકાય......
તારલાનો ચંદરવો ઝાકળબિંદુ ઘાસમાં થઈ પથરાય...
આભથી ઉતરી ચાંદલિયો ફળિયે સુઇ મલકાય... ...
ચુમીઓ મારા વા'લાની ગાલના ખંજને ઉભરાઈ જાય...
આભથી ઉતરી ચાંદલિયો ફળિયે સુઇ મલકાય...
મીણના ડુંગરો ચઢવાનુ કામ લઈને મલકાય....
આભથી ઉતરી ચાંદલિયો ફળિયે સુઇ મલકાય...
લપસ્યા કરું કે પીગળ્યા કરું ને એતો બસ મલકાય..
આભથી ઉતરી ચાંદલિયો ફળિયે સુઇ મલકાય...
રેખા શુક્લ (શિકાગો)

સર્વ જ્ઞાનનો સરવાળો અઢી અક્ષર પ્રેમનો..

તડ તડ તતડે રૂંવા રૂંવા તો પ્રખર સુર્યને કેહવુ શું?
વરસે ના એકેય વાદળી ટહુકે મોરલો ના તેનુ શું?
ગગનથી લાવી પંખીડુ.... પીંજરે પુર્યુ તેનું શું?
ધરાથી ડર લાગતો.... કહેને આભનું કરવું શું?
રંગોળી પીંજરે કરી.... ઘરમાં પુરે તેનુ શું?
દિવસે પોઢાડી સ્વપ્નમાં તો રાતનું કરવું શું?
સર્વ જ્ઞાનનો સરવાળો અઢી અક્ષર પ્રેમનો..
ચુપચાપ સાચવી ડીક્ષનેરી મારે એનુ કરવું શું?
આકુળ વ્યાકુળ હ્રદય નિચોવતી.. આતુરતા
છળકપટના મૌન પગલાં નિરખીને કરવુ શું?
રેખા શુક્લ(શિકાગો)

સાહ્યબો મારો……

સાવજ જેવો સાહ્યબો મારો પું'ઠે પું'ઠે ફેરવે;
થાય કરું પ્રદક્ષિણા પગલાં પાડુ તારે પગલે;
સાવજ જેવો સાહ્યબો મારો પું'ઠે પું'ઠે ફેરવે;

ચાલને સખા પાંદડીમાં એકમેકને વધાવીયે;
મઘમઘતાં ફુલડાં ચુંટી પુજા કરુ હું પરદેશે;
સાવજ જેવો સાહ્યબો મારો પું'ઠે પું'ઠે ફેરવે;

શમણાં ઉછેરું ને મીઠડાં સખા લઊ વારીવારી;
આભને ઝરુખે ચાંદો ને તારલા નાચુ ઘુંઘરું પેરી;
સાવજ જેવો સાહ્યબો મારો પું'ઠે પું'ઠે ફેરવે;
રેખા શુક્લ (શિકાગો)

આ જુવાન થયેલાં છોકરાં....!

Internet ની મજા કરે ને phone કરે ઝાઝાં..
લાવી lap-top નવું ને palm-pilot થી રમતાં..
જુવાન થયેલાં છોકરાં....!
Fax ઉપર fax કરે ને વાતુ કરે E-mail માં...
DVD video જોવાની આવે એમને મજા...
જુવાન થયેલાં છોકરાં....!
BMW લઈને ફરતાં ને Farrarie ની વાતું કરતાં...
Roller-skating ને Ice-skating, ને Sky-dyving પણ કરતાં...
જુવાન થયેલાં છોકરાં....!
Barbaque તો ઘરે કરે ને Restaurant માં જમતા..
કસરત માલિશ કરે ઝાઝાં ને શરીરને સાચવતાં....
જુવાન થયેલાં છોકરાં....!
રેખ શુક્લ(શિકાગો)

ફરિ...યાદ ની ફરિયાદ...!!

પરિમલ બાગની મ્હેંક રહી શ્વાસમાં અમારી,
             ફરિયાદ છે કે જોને ફરિયાદ રહી તમારી;
છુપાતી લપાતી રહી યાદ દિલમાં અમારી,
            કાયાના કટકા કરો ભળી લોહીમાં યાદ તમારી;
યાદ કરીને વિચારી લે તો ફરિયાદ નથી અમારી,
          સુની જીન્દગી અકારી બને તમારી;
પવિત્ર બંધને બંધાયેલી છુટશે આત્મા અમારી,
         ભુલીને પણ આવીયે યાદ ફરિયાદ રહી તમારી;
ખરેલી પાંદડીઓમાં પણ છબી જુવો અમારી,
        ફરિયાદ સામે આજ ફરિ...યાદ રહી તમારી;
         રેખા શુક્લ

અબઉઘડી બે છીપથી યાદના મોતી ઝરી જાય...!!!

ચોમાસા ની સાંજ જોને શરમાઈ હીંચકા ખાય...
મોરલા ની ભેળે મનમેળ થયો વાતે ચઢી જાય...
આભમાં ઉગીને ચાંદલિયો જોને પડખે ઝોલા ખાય...

સપના પે'રીને ઉભેલ દિ'ને નવડાવે હુંફાળા હેતે...
ઉંબરની સીમા છોડીને બહાર નીકળી જાય....
આભમાં ઉગીને ચાંદલિયો જોને પડખે ઝોંલા ખાય..

ઉગમણે ઉગી આથમણે ડુબી સંધ્યાની ગોદમાં બેસી જાય...
સહેજે ઘબરાટના સંધ્યાની અંધારી સોડનો પાછો...
આભમાં ઉગીને ચાંદલિયો જોને પડખે ઝોલા ખાય...
રેખા શુકલ(શિકાગો)